Fedora ડિસ્ક બનાવી રહ્યા છીએ

━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━

Table of Contents

પરિચય
ડાઉનલોડ કરી રહ્યા છીએ

    CD અથવા DVD પસંદ કરી રહ્યા છીએ
    ISO ફાઈલો પસંદ કરી રહ્યા છીએ

ફાઈલોની ચકાસણી કરી રહ્યા છીએ

    Windows ગ્રાફિકવાળું પર્યાવરણની ખાતરી કરી રહ્યા છીએ
    Windows આદેશ પ્રોમ્પ્ટ ચકાસી રહ્યા છીએ

બનાવી રહ્યા છીએ

    ISO રેકોર્ડર V2 Power Toy વાપરી રહ્યા છીએ
    Roxio Easy Media Creator 7 વાપરી રહ્યા છીએ
    Nero Burning ROM 5 વાપરી રહ્યા છીએ
    Nero Express 6 વાપરી રહ્યા છીએ

તમારી ડિસ્ક ચકાસી રહ્યા છીએ
ટિપ્પણીઓ અને વળતર

પરિચય

Fedora વિતરણ એ ISO 9660 પ્રમાણભૂત ફાઈલસિસ્ટમ ઈમેજોના સ્વરૂપમાં પૂરૂં પાડવામાં આવેલ છે. તમે આ ISO ઈમેજોને
ક્યાં તો CDROM અથવા DVD મીડિયામાં બુટ કરી શકાય તેવી ડિસ્ક પેદા કરવા માટે નકલ કરી શકો છો.

તમે Fedora ને કમપ્યૂટર પર ડિસ્કમાંથી સ્થાપિત કરી શકો તે પહેલાં, તમારે ISO ફાઈલોને, કોરા ડિસ્ક માધ્યમમાં (CD-R/
RW અથવા DVD-R/RW માં) મોકલવી જોઈએ કે પછી લખી નાંખવી જોઈએ. આ દસ્તાવેજ આ ફાઈલોનો થોડા સામાન્ય સાધનોની મદદથી
લખવા માટેની પ્રક્રિયાઓ વર્ણવે છે. આ દસ્તાવેજ ધારે છે કે તમને Linux સાથે કોઈ અનુભવ નથી, અને તેથી તમે ફાઈલો
ડાઉનલોડ કરવા માટે અને લખવા માટે Microsoft Windows વાપરી રહ્યા છો.

Fedora પ્રોજેક્ટ માત્ર એ જ સોફ્ટવેરને આધાર આપે છે કે જે Fedora વિતરણનો ભાગ હોય

માત્ર Fedora ના ભાગરૂપે બનાવેલ અને શીપ થયેલ સોફ્ટવેર જ આધારભૂત છે. આ લેખમાં સૂચન થયેલ અન્ય સોફ્ટવેર
વપરાશકર્તાને સાચી દિશાનું માર્ગદર્શન કરવાના હેતુથી બનાવવામાં આવેલ છે. Fedora એ તેવા સોફ્ટવેર પેકેજો માટે જવાબદાર નથી
કે તેમનું ધ્યાન લેતી નથી, અને તેમનો વપરાશ અંહિ વાંચકની સગવડ માટે વર્ણવવામાં આવેલ છે. આ ISO ને દરેક ઓપરેટિંગ
સિસ્ટમ હેઠળ બનાવવા માટેના હેતુથી બનાવેલ વ્યાપક માર્ગદર્શિકા નથી.

ડાઉનલોડ કરી રહ્યા છીએ

ISO ફાઈલો મોટી હોય છે, અને તે તેમને ડાઉનલોડ કરવા માટે લાંબો સમય લઈ શકે છે, ખાસ કરીને ડાયલ-અપ મોડેમની મદદથી.
તમે ડાઉનલોડ વ્યવસ્થાપક વાપરવા ઈચ્છતા હશો.

CD અથવા DVD પસંદ કરી રહ્યા છીએ

Fedora એ ઘણીબધી CD-માપવાળી ISO ઈમેજ ફાઈલો, અથવા એક DVD-માપવાળી ISO ઈમેજ ફાઈલ પર વિતરિત થયેલ છે.
તમે એક DVD ISO ફાઈલ વાપરી શકો જો તમારું કમ્પ્યૂટર નીચેની જરૂરીયાતોને બંધબેસે:

  ● તેને DVD-લખી શકાય તેવી અથવા DVD-ફરી લખી શકાય તેવી ડ્રાઈવ છે

  ● તેની પાસે ઈમેજ ફાઈલ સાચવવા માટે NTFS ડ્રાઈવ પૂરતી જગ્યા સાથે છે

DVD ISO ફાઈલને ડિસ્ક પર લખવા માટે, તમારા કમ્પ્યૂટરને ડ્રાઈવ હોવાની જરૂર છે કે જે DVD મીડિયા પર લખશે. જો
તમારા કમ્પ્યૂટરને ડ્રાઈવ હોય કે જે માત્ર CD મીડિયા પર જ લખી શકે નહિં કે DVD મીડિયા, તો તેની જગ્યાએ CD-માપવાળી
ફાઈલો ડાઉનલોડ કરો.

અમુક ફાઈલ સિસ્ટમો 2 GB કરતાં મોટી ફાઈલો, જેમ કે DVD ઈમેજ સંગ્રહી શકતી નથી. સામાન્ય રીતે-વપરાતી NTFS ફાઈલ
સિસ્ટમ આ મર્યાદા નથી, પરંતુ ઘણા બધા બિન-NTFS બંધારણોને હોય છે, જેમ કે FAT32. Windows હેઠળ ડ્રાઈવનું
બંધારણ ચકાસવા માટે જેમ કે C:, શરૂઆત મેનુ પસંદ કરો અને પછી મારું કમ્પ્યૂટર પસંદ કરો. તમે જે ડ્રાઈવ ચકાસવા માંગો
છો તેના પર જમણું-ક્લિક કરો, અને ગુણધર્મો પસંદ કરો. પરિણામી સંવાદ તે ફાઈલ સિસ્ટમનું બંધારણ દર્શાવે છે. જો તમારી પાસે
NTFS ડ્રાઈવ પૂરતી મુક્ત જગ્યા સાથે નહિં હોય, તો તેની જગ્યાએ CD-માપવાળી ફાઈલો ડાઉનલોડ કરો.

નવી ડિરેક્ટરી બનાવો કે જ્યાં તમે આ ફાઈલોમાંની બધી ડાઉનલોડ કરી શકો. તમને આશરે 700 MiB ની મુક્ત જગ્યા દરેક
CD-માપવાળી ISO ફાઈલ માટે રાખવાની જરૂર છે, અથવા આશરે 3.5 GiB જેટલી DVD-માપવાળી ISO ફાઈલ માટે રાખવાની જરૂર
છે. આ દસ્તાવેજ ધારે છે કે તમે ફાઈલોને C:\Documents and Settings\Owner\My Documents\My
Downloads\Fedora ફોલ્ડરમાં ડાઉનલોડ કરેલ છે.

ISO ફાઈલો પસંદ કરી રહ્યા છીએ

ડાઉનલોડ સર્વરમાંથી તમને જરૂરી ચોક્કસ ફાઈલો તમારી સિસ્ટમ અને Fedora ની આવૃત્તિ કે જે તમે ડાઉનલોડ કરી રહ્યા છો
તેના પર આધાર રાખે છે. તમને જરૂરી ફાઈલો Fedora-<version>-<arch>-disc<count>.iso ના બંધારણમાં નામ
અપાયેલ છે, કે જ્યાં "<version>" એ Fedora ની આવૃત્તિ છે કે જે તમે ડાઉનલોડ કરવા ઈચ્છો છો, "<arch>" એ
કમ્પ્યૂટરનું પ્રોસેસર આર્કીટેક્ચર છે, અને "<count>" એ દરેક સ્થાપન CD નો ડિસ્ક નંબર છે.

કમ્પ્યૂટર પ્રોસેસર આર્કીટેક્ચર એ સામાન્ય રીતે 32-bit PC માટે i386 હોય છે, Pentium અને Athlon પ્રોસેસર
પરિવારોને સમાવીને. 64-bit PC માટે આર્કીટેક્ચર એ સામાન્ય રીતે x86_64 હોય છે, Athlon 64 પ્રોસેસર પરિવારને
સમાવીને. PowerPC કમ્પ્યૂટરો માટે આર્કીટેક્ચર એ સામાન્ય રીતે ppc હોય છે, મોટા ભાગના Apple ના Macintosh નો
સમાવેશ કરીને તેઓ Intel ચિપને MacBook માં વાપરવાની શરૂઆત કરે તે પહેલાં. જો કોઈ મૂંઝવણ હોય, તો તમારી સિસ્ટમને
કદાચ i386 આવૃત્તિઓ જરૂરી હશે.

For example, if downloading Fedora 10 for a Pentium 4 computer, the correct
file is Fedora-10-i386-DVD.iso. You may also need the SHA1SUM file to verify
that the files you have downloaded are complete and correct.

ફાઈલોની ચકાસણી કરી રહ્યા છીએ

ભૂલો ડાઉનલોડ દરમ્યાન ઉદ્ભવી શકે છે, જો તમારું ડાઉનલોડ વ્યવસ્થાપક કંઈપણ અહેવાલ આપે નહિં. તેથી એ ચકાસવાનું ખૂબ
મહત્વનું છે કે ફાઈલો કોઈપણ રીતે બગડી ગયેલ છે. આ SHA1SUM ફાઈલનો હેતુ છે. તે ઉપલબ્ધ ISO ફાઈલોમાંની દરેકનો
સમાવિષ્ટ ખાતરી કોડ સાથેની દરેક માટે એક લીટી સમાવે છે કે જે hash તરીકે બોલાવાય છે અને મળૂ ISO ફાઈલોમાંથી ગણવામાં આવે
છે.

BitTorrent આપોઆપ ભૂલ ચકાસણી

BitTorrent ડાઉનલોડ દરમ્યાન આ ભૂલ ચકાસણી આપોઆપ કરે છે. જો તમારો BitTorrent કાર્યક્રમ અહેવાલ આપે કે
બધી ફાઈલો સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ ગયેલ છે, તો તમે સુરક્ષિત રીતે આ પગલું રદ કરી શકો છો.

Windows ગ્રાફિકવાળું પર્યાવરણની ખાતરી કરી રહ્યા છીએ

ફાઈલ ચકાસણી અને હેશીંગ માટે ઘણા બધા બિન-ખર્ચાળ ઉત્પાદનો ઉપલબ્ધો છે કે જેઓને બિંદુ અને ક્લિક ઈન્ટરફેસો છે. તેમાંના
થોડાકની અંહિ કડીઓ છે:

  ● HashCalc: http://www.slavasoft.com/hashcalc/

  ● eXpress CheckSum Calculator (XCSC): http://www.irnis.net/soft/xcsc/

સ્થાપન કાર્યક્રમને પૂરા પાડવામાં આવેલ સૂચનો અનુસરો. જ્યારે તમે કાર્યક્રમ ચલાવો, ત્યારે તમારી ડાઉનલોડ થયેલ ISO ઈમેજ
ફાઈલો પસંદ કરવા માટે પૂરા પાડવામાં આવેલ ફાઈલ પસંદગી સાધનો વાપરો. પછી ગણતરી માટે SHA-1 અલગોરિધમ પસંદ કરો, અને
સાધન ચલાવો. કાર્યક્રમ પૂરો થવા માટે થોડો સમય લે છે, કારણ કે તેણે વર્તમાન ISO ફાઈલ વાંચવી જ પડશે.

ફાઈલ SHA1SUM ને લખાણ સંપાદક, જેમ કે NotePad, સાથે તેના સમાવિષ્ટો દેખાડવા માટે ખોલો. ખાતરી કરો કે ડાઉનલોડ
થયેલ ISO ફાઈલોમાંની દરેક માટે હેશ સાધન દ્વારા હેશ દર્શાવવામાં આવે છે કે જે SHA1SUM ફાઈલમાં લગતીવળગતી હેશ સાથે
ચોક્કસ રીતે બંધબેસે છે.

જો હેશોમાંના બધા બંધબેસે, તો પછી તમે ISO ફાઈલોને મીડિયામાં લખી શકો છો. જો ફાઈલ બંધબેસે નહિં, તો તમે તેને ફરીથી ડાઉનલોડ
કરી શકશો.

CAVEAT EMPTOR

Fedora Project અને Red Hat, Inc. ને ઉપર યાદી થયેલ બાહ્ય સાઈટો, કે પછી પૂરા પાડેલ કાર્યક્રમો પર કોઈ
નિયંત્રણ નથી.

Windows આદેશ પ્રોમ્પ્ટ ચકાસી રહ્યા છીએ

આદેશ પ્રોમ્પ્ટની મદદથી ફાઈલો ચકાસવા માટે, તમારે sha1sum.exe કાર્યક્રમ ડાઉનલોડ કરવાની જરૂર છે. સૂચનો અને
કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટેની કડી માટે, http://lists.gnupg.org/pipermail/gnupg-announce/
2004q4/000184.html નો સંદર્ભ લો.

sha1sum.exe કાર્યક્રમ હેશો ગણે છે અને દર્શાવે છે. તેને વાપરવા માટે, sha1sum.exe ને એ જ ડિરેક્ટરીમાં ISO
ફાઈલો તરીકે સંગ્રહો. શરૂઆત મેનુમાંથી ચલાવો... પસંદ કરો અને પછી આદેશ પ્રોમ્પ્ટ વિન્ડો શરૂ કરવા માટે કાર્યક્રમના નામ
માટે cmd દાખલ કરો. પછી ડાઉનલોડ ડિરેક્ટરીમાં બદલો. sha1sum ને દરેક ISO ફાઈલ સાથે આની જેમ ચલાવો:

cd "C:\Documents and Settings\Owner\My Documents\My Downloads\Fedora"
sha1sum.exe Fedora-10-i386-DVD.iso

કાર્યક્રમ સમાપ્ત થવા માટે અમુક સમય લે છે, કારણ કે તે વર્તમાન ISO ફાઈલ વાંચતું હોવું જ જોઈએ.

ફાઈલ SHA1SUM ને લખાણ સંપાદક સાથે ખોલો, જેમ કે NotePad, તેના સમાવિષ્ટો દર્શાવવા માટે. ખાતરી કરો કે ડાઉનલોડ
થયેલ ISO ફાઈલોમાંની દરેક માટે sha1sum.exe દ્વારા દર્શાવાયેલ હેશ SHA1SUM ફાઈલમાંના લાગતાવળગતા હેશ સાથે
ચોક્કસપણે બંધબેસે છે.

જો હેશોમાંના બધા બંધબેસે, તો ISO ફાઈલો મીડિયા પર લખી શકાશે. જો ફાઈલ બંધબેસે નહિં, તો તમારે તેને ફરીથી ડાઉનલોડ કરવી
પડે.

બનાવી રહ્યા છીએ

CD બનાવવાની પ્રક્રિયા એ Windows ના વપરાશકર્તાઓ માટે હંમેશા ચોક્કસ હોતી નથી. Windows કાર્યક્રમો મોટે ભાગે
વપરાશકર્તાઓને માહિતી ડિસ્ક સ્રોત ફાઈલોને ખાલી બોક્સમાં ખેંચીને અને બનાવો બટન પર ક્લિક કરીને પરવાનગી આપે છે.

વાસ્તવમાં, છતાંય, સોફ્ટવેર બનાવતું પ્લેટફોર્મ બે પ્રક્રિયા કરે છે. પ્રથમ, તે ISO 9660 પ્રમાણભૂત ઈમેજ બનાવે છે,
Fedora સ્થાપિત કરવા માટે વાપરવામાં આવતી જેવી જ, સ્રોત ફાઈલોમાંથી કે જેઓ બોક્સમાં ખેંચવામાં આવેલ હતી. બીજું, તે ISO
ફાઈલને તે કોરી CD માં પરિવહન કરે છે. જો મૂળ સ્રોત ફાઈલ પહેલાથી જ ISO ઈમેજમાં હોય, તો પછી પરિણામી CD એ સ્થાપન
હેતુઓ માટે ઉપયોગી નહિં હોય.

Fedora સ્થાપન ડિસ્ક બનાવવા માટે, એ જરૂરી છે કે તમે માત્ર બીજું પગલું ભરો Fedora ISO ફાઈલો સાથે. આવું કરવા
માટે જરૂરી પગલાંઓ ઘણા પ્રખ્યાત CD બનાવનાર કાર્યક્રમો નીચે યાદી થયેલ છે.

Fedora પર ડિસ્ક બનાવી રહ્યા છીએ

Fedora ની મદદથી કેવી રીતે મીડિયા બનાવવી એ પરની જાણકારી https://fedoraproject.org/wiki/
User_Guide-Using_Media માં આવરાયેલ છે.

ISO રેકોર્ડર V2 Power Toy વાપરી રહ્યા છીએ

ISO રેકોર્ડર power toy ને http://isorecorder.alexfeinman.com/isorecorder.htm વેબ
સાઈટમાંથી મેળવો અને સ્થાપન કરો.

 1. ફાઈલ વ્યવસ્થાપક Explorer માં, પ્રથમ Fedora ISO ફાઈલ પર જમણું ક્લિક કરો.

 2. સંદર્ભ મેનુમાં, ઈમેજની CD માં નકલ કરો પસંદ કરો.

 3. CD રેકોર્ડ કરનાર વિઝાર્ડ પોપ-અપ દ્વારા આપવામાં આવેલ પગલાંઓ ભરો.

 4. બાકી રહેલ ISO ફાઈલો માટે પુનરાવર્તન કરો.

Roxio Easy Media Creator 7 વાપરી રહ્યા છીએ

 1. બનાવનાર શાસ્ત્રિય શરૂ કરો.

 2. અન્ય ક્રિયાઓ પસંદ કરો.

 3. ડિસ્ક ઈમેજ ફાઈલમાંથી બનાવો પસંદ કરો.

 4. Fedora ISO ફાઈલ પસંદ કરો અને તેને બનાવો.

Nero Burning ROM 5 વાપરી રહ્યા છીએ

 1. કાર્યક્રમ શરૂ કરો.

 2. ફાઈલ મેનુ ખોલો.

 3. ઈમેજ બનાવો પસંદ કરો.

 4. Fedora ISO ફાઈલ પસંદ કરો અને તેને બનાવો.

 5. અન્ય ISO ફાઈલોના દરેક માટે ઉપરના પગલાંઓ ભરો.

Nero Express 6 વાપરી રહ્યા છીએ

 1. કાર્યક્રમ શરૂ કરો.

 2. ડિસ્ક ઈમેજ અથવા સંગ્રહિત પ્રોજેક્ટ પસંદ કરો.

 3. ખોલો સંવાદ દેખાય છે. પ્રથમ Fedora ISO ફાઈલ પસંદ કરો. ખોલો ક્લિક કરો.

 4. તમારા ડિસ્ક રેકોર્ડર માટે લખવાની ઝડપ સુયોજીત કરો. શ્રેષ્ઠ સુયોજન તમારા ચોક્કસ હાર્ડવેર પર આધાર રાખે છે.

 5. બનાવવા માટે આગળ ક્લિક કરો.

 6. અન્ય ISO ફાઈલો માટે ઉપરના પગલાંઓનું પુનરાવર્તન કરો.

તમારી ડિસ્ક ચકાસી રહ્યા છીએ

CD ઓ તમારા કમ્પ્યૂટર પર કામ કરશે જે તેમાં ચોક્કસ બનવા માટે, તમે માત્ર ડિસ્ક ૧ જ બનાવવા ઈચ્છશો અને પછી અન્ય
બનાવવા પહેલાં નીચેની પ્રક્રિયા કરવા માંગશો:

 1. તમારા કમ્પ્યૂટરના ઉત્પાદક પાસેથી દિશાઓ અનુસરીને, ખાતરી કરો કે તમારા કમ્પ્યૂટરનું BIOS એ CD ડ્રાઈવમાંથી બુટ
    કરવા માટે સુયોજીત કરો.

 2. કમ્પ્યૂટરને Fedora disc એ CD ડ્રાઈવમાં નાંખીને પુનઃબુટ કરો. Fedora સ્થાપક માટે બુટ મેનુ દેખાય છે.

 3. Enter દબાવો.

 4. જ્યાં સુધી તમને પૂછવામાં નહિં આવે ત્યાં સુધી સ્ક્રીન-પરની દિશાઓ અનુસરો જો તમે મીડિયા ચકાસણી કરવા ઈચ્છો.

 5. ડિસ્ક વિરુદ્ધ ચકાસણી કરો. જો ચકાસણી સફળ થાય, તો તમારી ડિસ્ક બરાબર છે. આ બિંદુએ સ્થાપકે તમારા કમ્પ્યૂટર પર
    કંઈપણ બદલ્યું નથી. Fedora સ્થાપન ડિસ્ક દૂર કરો અને સિસ્ટમ પુનઃશરૂ કરો.

 6. બાકીની કોઈપણ મીડિયા બનાવવાનું ચાલુ રાખો અને તેમને સ્થાપન પહેલાં ચકાસવાની ખાતરી કરો પ્રથમ ડિસ્ક સાથે કેજે પહેલાથી
    સારી સાબિત થયેલ છે.

ટિપ્પણીઓ અને વળતર

જો તમારી પાસે આ દસ્તાવેજ માટે સૂચનો હોય, તો relnotes AT fedoraproject.org ને ઈમેઈલ મોકલો અથવા
Fedora Documentation હેઠળ મળી આવતા કમ્પોનન્ટ readme માટે બગ ફાઈલ કરો:

https://bugzilla.redhat.com/enter_bug.cgi?product=Fedora%20Documentation

અમે અન્ય સાધનો અને પ્લેટફોર્મ માટે દિશાઓનું સ્વાગત કરીએ છીએ.

